ડેડીયાપાડા: આજરોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં સપ્તધારા પ્રકલ્પના સામુદાયિક સેવા ધારા અંતર્ગત “વિશ્વ આદિવાસી અધિકાર દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્ય મહેમાન તરીકે સામાજિક કાર્યકર સાંગલ્યાભાઇ રૂપાભાઇ વળવી, જેઓ આદિવાસી એકતા પરિષદના સ્થાપક સભ્ય તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત ધરતી વંદના થી કરી પ્રા. મહેશભાઈ વસાવાએ વક્તાનો પરીચય કરાવ્યો હતો. ડૉ. રમેશભાઈ વસાવા દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય મહેમાન સાંગલ્યાભાઈ રૂપાભાઈ વળવી એ આદિવાસી સંસ્કૃતિ અને તેના રક્ષણ માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતું પ્રવચન આપ્યું.
કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. અનિલાબેન પટેલ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપ્યું. અંતે પ્રા. ઇલાવતીબેન વસાવા દ્વારા આભારવિધિ કર્યા બાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો. કાર્યક્રમ દરમ્યાન કુલ 102 છોકરાઓ અને 168 છોકરીઓ હાજર રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. જયશ્રીબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું.

