ખેરગામ: છેલ્લા કેટલાય સમયથી બનેલા બિસ્માર રોડ રસ્તા અનેક લોકો માટે માથાનો દુખાવો બન્યા છે.કેટલાય બાળકો,વડીલો,સગર્ભા મહિલાઓ,ઇમરજન્સી દર્દીઓ આ ખરાબ રસ્તાઓને કારણે હેરાન-પરેશાન થઇ રહ્યા છે.આ બાબતે રસ્તાઓમાં વલસાડ જિલ્લામાંથી પસાર થતાં રસ્તાઓના કામકાજ અને સમારકામ માટે છેલ્લા 3 વર્ષમાં શું કામગીરી કરવામાં આવી છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ બાબતની જાણકારી સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા આરટીઆઈના માધ્યમથી ગત તારીખ 2/8/2024 ના રોજ માંગવામાં આવી હતી પરંતુ નિર્ધારિત સમય મર્યાદા પૂરી થવા છતાં વલસાડ જિલ્લા માર્ગ-મકાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી નથી.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે મેં ખેરગામ તાલુકાના આછવણી ગ્રામપંચાયત દ્વારા બનાવવામાં આવેલ રસ્તાઓ બાબતે આરટીઆઈથી માહિતી માંગી હતી જેના જવાબમાં જાહેર માહિતી અધિકારી કમ તલાટી એ આપેલી માહિતી અમને અધૂરી લાગતા,અમે અમારી ટીમ સાથે સ્થળ ચકાસણી રસ્તાઓના બાંધકામમાં ભ્રસ્ટાચાર થયો હોવાની સંભાવનાઓ લાગી રહી હોય મેં ખેરગામ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ 30000 રૂપિયાની કિંમતનો એડવાન્સ ચેક આપી રસ્તાઓની ગુણવત્તાઓના વિવિધ પેરામીટરો એનએબીએલ એક્રીડેટેડ લેબોરેટરી પાસે બંને પક્ષોની હાજરીમાં ચેક કરાવવા અંગેની અરજી કરી છે.
જો વિકાસ અધિકારીઆ અંગે નિર્ધારિત સમયગાળામાં યોગ્ય કાર્યવાહી નહિ કરે તો અદાલતના દ્વાર ખટખટાવીશું.તેમજ બેફામ બનેલા વલસાડ માર્ગ-મકાન વિભાગ દ્વારા નિર્ધારિત સમયગાળો પૂરો થવા છતાં જવાબ આપેલો નથી.આવી જ રીતે ગતવર્ષે પણ મેં આરટીઆઈ થી માંગેલી તે પણ આપેલી નહિ.આથી મને લાગે છે કે વલસાડ માર્ગમકાન વિભાગ ગળાડુબ ભ્રસ્ટાચારમાં રાચતું હોવાથી માહિતી છુપાવાની કોશિષ કરી રહ્યું છું.અને પૈસો મારો પરમેશ્વર માનતા એલોકોને બંધારણીય કાયદા વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો હોય એવું લાગતું નથી.
આથી ભલે લાખો સામાન્ય રાહદારીઓ ભલે હેરાન-પરેશાન કે મરે કે જે થાય તે પણ અમે સુધરીશું નહીં એવી માનસિકતા ધરાવી રહ્યા હોય એવું સ્પષ્ટપણે જણાય આવે છે.પરંતુ આ બાબતે અમારી ટીમ સાથે આ વખતે અમે દ્રઢ નિર્ધાર કરેલ છે કે પોતાના અંગત સ્વાર્થ માટે લાખો લોકોની જિંદગી સાથે ખિલવાડ કરતા ભ્રસ્ટાચારી લોકો સાથે છેક સુધી કાયદાકીય લડત લડી લઈશું અને પોલિસ વિભાગને પણ અમારી અપીલ છે કે પાર નદી પર ખાડાને લીધે વલસાડના એક મહિલા,પારડીના યુવાન અને વાપીની યુવતીએ,દમણ કરણી સેનાના અધ્યક્ષ,સોનવાડા ગામના પરિવારે સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે અને કેટલાય લોકોએ લાખો રૂપિયાના કિંમતી માલસામાનનું નુકસાન સહન કરવું પડ્યું છે.
આવી દુર્ઘટનાઓ આપના પરિવારના સદસ્યો સાથે થાય તો આપને કેવું લાગશે? આથી આ બાબતે ભ્રસ્ટાચારી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી ઉદાહરણરૂપ પગલાં લેશો એવી અમારી માંગ છે.