ડાંગ: ડાંગ આહવા તથા વઘઈ તાલુકામાં કોટવાળીયા સમાજનાં લોકો દ્વારા વાંસની વિવિધ બનાવટ પલો, રોટલા મુકવાની છાબડી, ભાત ઝાટકવા માટે સુપડા, ડાંગર ભરવા નાના મોટા પાલા, વાડી સફાઈમાં પાતરા માટે ઝાલકા, મરઘી રાખવાના કંડીયા, વીણા પંખો 2ની જોડી, શાકભાજી મુકવાની નાની ટોપલી, છૂટક શાકભાજી વેચતી મહિલાઓ મોટા ટોપલા મણિકા જેવી વાસ માંથી અલગ અલગ વસ્તુની આઈટમ બનાવીને એને વેપારીઓને વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે.

હાલના દિવસોમાં જોવા જઈએ તો વાસમાંથી બનાવવામાં આવેલ વસ્તુઓનો ઉપયોગ ખુબજ ઓછો થઈ ગયો છે. એનું કારણ એ છે કે હાલ એજ આઇટમો પ્લાસ્ટિકમાં બનાવીને એનું વેચાણ કરવામાં આવે છે. અને આહવા તથા વઘઈ તાલુકામાં કોટવાળીયા સમાજ દ્વારા બનાવામાં આવેલ સુપડા, ટોપલાનું વેચાણ ખુબજ ઓછું થઈ ગયું છે. છેલ્લા ઘણા વર્ષોથી વાંસની વસ્તુઓ બનતી આવી રહી છે. પહેલાના જમાનામાં પણ લોકો વાંસની વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. અને હાલમાં તેનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. પણ નહિવત નહીં. વાસની વસ્તુ એ લોકોના જીવનમાં એક અલગ જ જગ્યા બનાવીને રાખી છે કે, જે ક્યારે બીજી કોઈ પણ પ્લાસ્ટિકની કે કાચની વસ્તુ એને બદલી નહીં શકે.

પૂર્વજોના સમયથી વાંસની વિવિધ બનાવટથી લોકો પરીવારને મદદરૂપ થઇ રહી છે. વિવિધ પ્રસંગમાં જોવા મળતી વાંસનાં બનાવટની વસ્તુઓના સથવારે આવક મેળવી બાળકોના શિક્ષણ, લગ્ન પ્રસંગ, દવા, કપડા સહિત વિવિધ કામોમાં સહાયરૂપ થતા હતા. ચોમાસામાં વાંસ બનાવટનું કામ ઓછું હોઈ છે ત્યારે લોકો પરિવારનું ગુજરાન ચલાવા માટે મજુરી કામ પર જઈ મેહનત કરે છે. અને વાસ કામ કરવા માટે પન પુરતી સુવિધાઓ નથી.