સેલવાસ: શેરબજારમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની સ્કીમ આપીને લોકોને કરોડોનો ચૂનો ચોપડનાર મસાટના આકાશ પટેલને પોલીસે ઝડપી પાડ્યો હતો. જે હાલ જેલમાં છે.તેનો સાગરીત કિરણ નામકુડીયાની પોલીસે ધરપકડ કારી હતી અને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે સેલવાસ પોલીસ સ્ટેશનમાં વિનય કિરણભાઈ શાહ રહે.ભસ્તા ફળીયા સેલવાસ દ્વારા નોંધાયેલી એફ.આર.આઈ મુજબ મસાટના રહેવાસી આકાશ પટેલ અને તેના એજેન્ટ કિરણ સુરેશ નામકુડીયા દ્વારા શેરમાર્કેટમાં રોકાણ કરી રોજના 1 ટકા વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું.પરંતુ દર મહીને ફિક્સ પૈસાનું વળતર આપવાનું કહીને પૈસા પરત ન કર્યા હતા.આથી પોતાની સાથે ધોકો થયો હોવાનું જણાતા વિનય શાહે સેલવાસ પોલીસ સ્ટેશનમાં આકાશ અને તેના એજેન્ટ વિરુદ્ધ એફ.આર.આઈ નોંધાવી હતી. આકાશ પટેલ અને કિરણ નામકુડીયા વિરુદ્ધ IPC ની સેક્સન 406, 420 અને 32 કલમો લગાવીને એફ.આઈ.આર નોંધીને આકાશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેનો સાગરીત કિરણ નામકુડીયા ફરાર હતો જેની આજ રોજ પોલીસે ધરપકડ કરી હતી.અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

આ કેસમાં વધુ તપાસ કરવામાં આવે તો પૈસા ડબલ કરી આપવા બહાને લોકો પાસે રોકાણ કરાવનાર ઘણા લોકોના નામ ખુલી શકે એમ છે.પોલીસ દ્વારા પૈસાની ઉચાપત કરી જતી આવી સ્કીમ ચલાવનાર ઉપર ચાંપતી નજર રાખવી જરૂરી છે જેથી સામાન્ય લોકો સાથે નાણાંકીય છેતરપીંડી ન થાય.આ કેસમાં આગળની કાર્યવાહી સેલવાસ પોલીસ કરી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here