ધરમપુર: આજરોજ ધરમપુર રાજચંદ્ર હોસ્પિટલ ખાતે ઇન્ડિયન આર્મી,નેવી અને એરફોર્સના સેવા નિવૃત જવાનોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મુંબઈથી ઈસીએચ રીજનલ ડાયરેક્ટર, મુંબઈથી આવેલ જેની સાથે ઈસીએચએસ કાર્ડ સંબંધિત વિવિધ પ્રશ્નો મુદ્દે વિગતે ચર્ચાઓ કરવામાં આવી હતી.
Decision news ને મળેલી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં સેવા નિવૃત માજી સૈનિકોની સંખ્યા ઘણા મોટા પ્રમાણમાં હોવા છતાં પોલિક્લિનિક નહિ હોવાથી દર મહિને દવાઓ લેવા દમણ અથવા વડોદરા જવું પડતું હોય છે.જે બાબતે બધા જવાનો અને એમના પરિવારજનોએ એકસૂરે દક્ષિણ ગુજરાતમાં દવા મળવી જોઈએ એવી માંગ કરી હતી.ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ હોસ્પિટલને ઇસીએચએસની મંજૂરી મળી હોવાથી ટૂંક સમયમાં કામગીરી ચાલુ થવા જનાર છે.
આ પ્રસંગે નિવૃત સેવા જવાનોના આમંત્રણને માન આપી સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.ડો.નિરવ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશની રક્ષા કરતા સૈનિકો આપણા દેશની શાન છે એટલે અમારી હોસ્પિટલમાં આવનાર કોઈપણ સૈનિકો,માજી સૈનિકો કે સૈનિકોના પરિવારજનોની તપાસ ફી અને દાખલ ફી અમે પહેલેથી જ નથી લેતા અને આજીવન એ સિલસિલો ચાલુ જ રહેશે.અમારાથી સૈનિકો શક્ય બનતી મદદ કરીને અમને પણ ખુબ જ ગર્વની લાગણીઓ થાય છે.માજી સૈનિકોને જલ્દીથી પોલિક્લિનિક મળી જાય અને એમના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે એ માટે અમે એમની સાથે છીએ.
આ પ્રસંગે આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ સહિતના સેવા નિવૃત જવાનો અને એમના પરિવારજનો ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના સ્ટાફ દ્વારા ખુબ સારી સેવાઓ અને કાર્યક્રમ માટે જરૂરી માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યુ હતુ.કાર્યક્રમનું સફળ સંચાલન નવીનભાઈ, મુકેશભાઈ, મહેશભાઈ, ઉત્તમભાઈ સહિતના આગેવાનોએ કરેલ હતું.