ચીખલી: સામાન્ય આદિવાસી સમાજના લોકો સાથે અન્યાયની ઘટના બનવા પામે છે ત્યારે તેઓ આદિવાસી સમાજના લીડરો પાસે મદદની ગુહાર લગાવતાં હોય છે એવો જ એક કિસ્સો ચીખલીના આલીપોર વિસ્તારમાંથી બિરસા આર્મીના લીડરોનો સામે આવ્યો છે

Decision News ને મળેલી માહિતી મુજબ આલીપોર પાસે સાઈડ પર ઉભેલી બાઇકને કન્ટેનર દ્વારા એક્સિડન્ટ કરાતાં કન્ટેનરના શેઠ દ્વારા સામાન્ય ગરીબ બાઇક ચાલકને ખર્ચ આપવાની ના પાડી અને પોલીસ બોલાવી લઈ કૅસ અથવા જે કરવું હોય તો કરો પણ ખર્ચ આપીશ નહીં એવી વાતો કરતાં બાઇક ચાલક ગભરાઈ જતાં યુવાને બિરસા આર્મીના લીડર પંકજભાઈ અને તેમની ટીમનો સંપર્ક કરતા અમે સ્થળ પર જઈ જ્યાં સુધી તમામ ખર્ચ મળે નહીં ત્યાં સુધી કન્ટેનર ખસેડવા નહીં દેતાં છેવટે તમામ ખર્ચ સ્થળ પર ચૂકવતા સુખદ સમાધાન કર્યું હતું.

પંકજ પટેલ જણાવે છે કે આદિવાસી સમાજના હક, અધિકાર અને ન્યાય મળે તે માટે હવે બિરસા આર્મી નવસારી જિલ્લામાં કામગીરી કરી રહી છે ત્યારે આજે ગરીબ આદિવાસી યુવાનને ન્યાય મળતાં તેન ચેહરા પર ખુશી જોવા મળી હતી આવનારા દિવસોમાં પણ આદિવાસી અવાજ બનતી રહેશે બિરસા આર્મી..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here