આજે ૫ મી સપ્ટેમ્બર અને “શિક્ષક દિવસ” મનુષ્યનું જન્મથી લઇ જીવન ઘડતર કરવા માટે માં/બાપ વાલી વારસો મહત્વનો ફાળો હોય છે. એનાથી પણ વિશેષ ફાળો બાળકને શિક્ષણ આપી ભણતર થકી ઘડતર કરવું, જેમાં શિક્ષકો દ્વારા બાળકને અમુલ્ય પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ આપતા હોય છે. એજ ભણતર થકી અનેક ફિલ્ડ જેવીકે વ્યવસાય, ખેતી, નોકરીઓ, રમતગમત વગેરે વિવિધ ક્ષેત્રોમાં પોતાના ગુરુજી એટલેકે શિક્ષક નું નામ રોશન કરી સમાજ અને દેશનું પણ નામ પણ રોશન કરતા હોય છે.

વર્તમાન સમયમાં શિક્ષણ આપનાર શિક્ષકો માટે પણ અનેક પડતર પ્રશ્નો ઉભા થયા છે, જેને અવારનવાર વાયદા વચનો આપી સત્તા પક્ષ દ્વારા એક પ્રકારની છેતરપીંડી થઇ રહ્યા નું જણાય છે. જેના અનુસંધાનમાં “શિક્ષક દિવસ” નિમિત્તે સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકોની સમસ્યાઓનું યોગ્ય સમાધાન કરી સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવામાં આવે એવા ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ને સંબોધી આમ આદમી પાર્ટી દ્વારા ચીખલી પ્રાંત અધિકારીશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

જેમાં નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ પંકજ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો કાર્યકર્તા સામેલ થયા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here