ભીલાડ: 3 સપ્ટેમ્બર મંગળવારે સરકારી વિજ્ઞાન કોલેજ ભીલાડ ખાતે, સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સેલ (SQAC) અંતર્ગત જેન્ડર એન્ડ પેટ્રીઆર્કી: એન ઇન્ટ્રોડક્શન (Gender and Patriarchy: An Introduction) વિષય પર સ્પેશિયલ લેક્ચર નું આયોજન કરવામાં આવ્યું હતું.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ વિષય પર વકતવ્ય આમંત્રિત વક્તા ડો. સુબેર કલાથીલ (આસિસ્ટન્ટ પ્રોફેસર, ફેકલ્ટી ઓફ લો, પારૂલ યુનિવર્સીટી, વડોદરા) દ્રારા આપવામાં આવ્યું હતું. આ વકતવ્યમાં એમણે જેન્ડર અને પિતૃસત્તાક સમાજવ્યવસ્થા કઈ રીતે સ્ત્રીઓ તેમજ પુરૂષો બંને માટે સરખી રીતે હાનિકારક છે એ અંગેની મૂળભૂત ચર્ચા કરી હતી.

આ કાર્યક્ર્મનું સફળ સંચાલન ડો. હિરેનકુમાર પટેલ (કો-ઓર્ડીનેટર, SQAC) દ્વારા, અત્રેની કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો.દિપક ડી. ધોબીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૮૦ થી ૫૦ જેટલા વિદ્યાર્થીએ હાજરી આપી હતી.