ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકામાં સ્થિત શાબાશ સંસ્થા દ્વારા નર્મદા ,સુરત, તાપી, ભરૂચ જિલ્લામાં સ્થાનિક ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી તરફ દોરવા સંમેલોનો યોજવામાં આવ્યા.તેમા મોટા પ્રમાણમાં ખેડૂતોએ ભાગ લઈ માહિતી મેળવી હતી.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જિલ્લા ખેતીવાડી અધિકારી અને આત્મા પ્રોજેકટની ટીમનાં સહયોગ અને માર્ગદર્શન હેઠળ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ માત્રાલય વિભાગ અને NMSA દ્વારા PKVY યોજના અંતર્ગત સુરત જિલ્લાના ઉમરપાડા સ્થિત શાબાસ સંસ્થા દ્વારા નર્મદા, સુરત, તાપી, ભરૂચ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિષે બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ક્લાસરૂમ તાલીમ અને પ્રેક્ટિકલ તાલીમ અપાઈ, જેમાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયમો બીજામૃત,જીવામૃત, ઘનજીવામૃત,આછાદાન અને રોગ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર,અગ્નિઅસ્ત્ર,ભ્રમાસ્ત્ર જેવી દવા ઘરે બનાવી શકાય તે વિશે વિસ્તૃત જાણકારી અપાઈ હતી જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક વડા શ્રી મહેન્દ્રભાઈ એમ પટેલ, વૈજ્ઞાનિક હર્ષદ એમ વસાવા, ફાર્મ મેનેજર સાગર આર ગોમકાલે દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સહ સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામના ચૌધરી વાલજીભાઈ રાયના પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત કરી ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યું.

આ તાલીમ અને એકસપોઝરનો મુખ્ય હેતુ ખેડૂતો દ્વારા વપરાતા વધુ પડતા રાસાયણિક તેમજ જતુંનાશક દવાથી માનવ, જમીન, પશુ અને પર્યાવરણ પર ગંભીર સમસ્યા સર્જાય છે જેના નિવારણ માટે એક માત્ર વિકલ્પ છે જે પ્રાકૃતિક ખેતી છે જેનો પ્રચાર પ્રસાર વધુ થાય એ માટે શાબાસ સંસ્થાનાં CEO શ્રી જયંતભાઈ વસાવા, માસ્ટર ટ્રેનર ટીમ અને સમગ્ર ફિલ્ડ ઓફિસર જોડાઈને આ તાલીમો પૂર્ણ કરી અને દેશના વડાપ્રધાનના અને ગુજરાતના મહામહિમ રાજ્યપાલના પ્રાકૃતિક કૃષિની ઝુભેસને શાબાસ સંસ્થાએ SP સર્વિસ પ્રોવાઈડર તરીકેની જવાબદારી સાથે આગળ વધારી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે PGSI પોર્ટલ પર ખેડૂતોને રજી્ટ્રેશન કરી પરંપરાગત ખેતી માટે વૈકલ્પિક વ્યવસ્થા સાથે વિષેશ જાણકારી આપી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here