ઉમરપાડા તાલુકાના જોડવાણ ગામે રહેતા ઇશ્વરભાઇ ગુલાબભાઇ વસાવા (૩૨) નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે. ઇશ્વરભાઇ ની પત્ની ગર્ભવતી હોય તેમને માંડવી ખાતે દાખલ કરાઇ હતી. તેમની પત્નીને લોહીની જરૂર ઊભી થતાં ઇશ્વરભાઇ લોહી લેવા માટે બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે આવ્યા હતા.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જ્યાંથી લોહી લઇ પરત ફરી રહ્યા હતાં ત્યારે બારડોલી કડોદ રોડ પર પણદા ગામની સીમમાં પસાર થતાં હતાં ત્યારે એક પિકઅપના ચાલકે તેમની મોટરસાયકલને અડફેટેમાં લીધી હતી. જેના કારણે સર્જાયેલા અકસ્માતમાં ઇશ્વરભાઇ અને તેમની મોટરસાયકલ પર સવાર અન્ય યુવાન રોડ પર પટકાતા હતાં. અકસ્માતમાં ઇશ્વરભાઇને ગંભીર થતાં તેમને પ્રથમ સારવાર માટે બારડોલી અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલમાં લઇ ગયાં હતાં. જ્યાં તેમની સારવાર દરમ્યાન સોમવારની મધ્યરાત્રીએ મોત નીપજયું હતું. ઇશ્વરભાઇના મોતના સમાચારથી પરિવારની પગ તળેની જમીન સરકી ગઇ હોય તેવી સ્થિતિ સર્જાય હતી. પોલીસને જાણ કરતાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.

” દીકરાનો જન્મ થયો, પણ પિતા જોઇ ન શક્યા”

ઇશ્વરભાઇની પત્નીને પ્રસુતી માટે દાખલ કરી હોય અને અકસ્માતમાં મોતને ભેટનાર ઇશ્વરભાઇના ઘરે છોકરાનો જન્મ થયો છે. પરંતુ ઇશ્વરભાઇ છોકરાનું મો જોઇ તે પહેલા જ દમ તોડી દીધો હતો. અકસ્માતમાં જાણ થતાં ગામમાં પણ શોકનો માહોલ છવાયો હતો. “


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here