આહવા- ગતરોજ સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે GYSA દ્વારા યોગ ચેમ્પિયન શિપ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 150 થી વધુ ડાંગ જિલ્લાની જુદી જુદી શાળા ના વિદ્યાર્થી મિત્રો એ ટ્રેડિશનલ , Artistrict સિંગલ અને પેર, Rhythemic સિંગલ અને પેર માં યોગ સ્પર્ધા માં ભાગ લીધો હતો.
Decision News ને મળેલી ,માહિતી મુજબ આ સ્પર્ધામાં 30 થી વધુ વિજેતા ટ્રેડિશનલ U 14- , U – 19 પ્રથમ દ્વિતીય તૃતીય, ARTISTRICT- U -14 & U – 19 ,સિંગલ અને પેર પ્રથમ દ્વિતીય તૃતીય, Rhthemic : U- 14 & U – 19 ,સિંગલ અને પેર: પ્રથમ દ્વિતીય અને તૃતીય ) વિદ્યાર્થી મિત્રો ને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, અને હવે તેઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે GYSA દ્વારા આમંત્રિત પણ કરવામાં આવ્યું છે ઉપરાંત ભાગ લેનાર તમામ મિત્રો ને પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા.સાથે સાથે શાળા ના શિક્ષક મિત્રો જેઓ બાળકો ને લઇ ને આવ્યા હતા અને ટેકનિકલ ઓફિસિઅલ કામગીરી માં મદદ કરી તેમને GYSA તરફ થી પ્રમાણપત્ર અને પુરસ્કાર રૂપે ભેટ પણ આપી હતી.સમગ્ર કાર્યક્રમ માં બાળકો ઉત્સાહ ભેર ભાગ લીધો હતો..
આ કાર્યક્રમ માં ઉપસ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવા ના આચાર્ય શ્રી અમરસિંહ સાહેબ, GYSA જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી મતી રચનાબેન ચાલિયા વાલા તથા એમની ટીમ, ડાંગ જિલ્લા માંથી શ્રીમતી સરિતા બેન ભોયે (કોચ )તેમજ કું. પ્રિયંકા બેન બી. ભોયે (GYSB યોગ ટ્રેનર) કે જેમણે નિર્ણાયક તરીકે આ તબક્કે ફરજ બજાવી હતી. ઉપરાંત પ્રિયંકા બેન તથા એમની સમગ્ર ટીમ દ્વારા વ્યવસ્થાપક તરીકે ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમ ને સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં મદદ કરી હતી. શાળા ના આચાર્ય શ્રી અને GYSA yog coordineter શ્રીમતી રચના બેન એ ડાંગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ ના અંતે સૌ રાષ્ટ્રગીત ગાઈ ને છુટા પડ્યા.

