નાનાપોઢા: રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.બાલશાસ્ત્રી જાંભેકર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા નેશનલ આઇકોન એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. મહેન્દ્ર દેશપાંડેએ કર્યું હતું. વલસાડ (ગુજરાત)ના ડો. બાબુ ચૌધરીને પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રોમાં કામ કરવા બદલ નેશનલ આયકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ કાર્યક્રમનો એવોર્ડ વિતરણ સમારોહ નાસિકના શાલીમાર પાસે રોટરી ક્લબ ઓડિટોરિયમ, ગંજમલ ખાતે યોજવામાં આવ્યો હતો.આ દરમ્યાન કમલેશ સુતાર, રાષ્ટ્રીય સમાચાર ચેનલ ઝી-24 તાસના મુખ્ય સંપાદક, મરાઠી ફિલ્મ અભિનેતા ચિન્મય ઉદગીરકર, અભિનેત્રી કરિશ્મા ચવ્હાણ, મરાઠા વિદ્યા પ્રસારક સમાજના સચિવ એડવોકેટ નીતિન ઠાકરે, ધુળે લોકસભા સાંસદ ડો. શોભતાઈ બચાઓ, નાસિકના સાંસદ રાજાભાઈ વાજે અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડો. બાબુ ચૌધરી પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રોમાં સારી કામગીરી કરવા બદલ તેમને આ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ દરમ્યાન કપરાડા તાલુકાના મીડિયા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.સાથે દમણગંગા ટાઈમ્સના પરિવાર દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.