વાંસદાના રાયબોર વાલ્મિકી આશ્રમ શાળા ખાતે આચાર્ય દ્વારા 12 વર્ષીય સગીર વયની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરીને જાતીય સતામણી કરવામાં આવેલ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ મામલો સામે આવતા વાલીઓના પગ તળેથી જમીન ખસી ગઈ હોય એવું જોવા મળ્યું હતું.તેમજ હાલમાં વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ઉલ્લેખનીય છે કે,આ આચાર્ય દ્વારા અગાઉ પણ આ પ્રકારની હરકતો કરવામાં આવી હતી.ત્યારે ફરી એક વાર આ આચાર્ય દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલ છે.જેના કારણે સમગ્ર શિક્ષણ જગતને લાંછન લાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.
નવસારી જિલ્લાના વાંસદાના રાયબોર વાલ્મિકી આશ્રમ શાળા ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતા ભૂપેશ અમ્રતભાઈ વહીયા ( હાલ રહે.રાયબોર વાલ્મીકી આશ્રમ શાળા તા.વાંસદા જી.નવસારી મુળ રહે.વાંસદા જી.નવસારી) એ શાળામા 12 વર્ષીય સગીર વયની વિદ્યાર્થિની ને અવાર નવાર હાથ પકડી લઇ બાથ ભરી,ગાલ ઉપર કિસ કરી આખા શરીર ઉપર હાથ ફેરવી શારીરિક અડપલા કરતો હતો.તેમજ વિદ્યાર્થીનીને ધમકી આપતો હતો કે,”કોઇને કહેશે તો તને હું ખુબ મારીશ અને તારી સર્ટી ઉપર લાલ સેરો કરી આપીશ.” તેવી ધમકી આપી તેમજ છોકરીઓના સુવાના રૂમમાં પાછળ પાછળ જઇ લાજ લેવાના ઈરાદાથી સગીર વયની દિકરીનો હાથ પકડી શારીરિક સંર્પક કરી છેડતી તથા જાતીય સતામણી કરતો હતો.ત્યારે આ સમગ્ર મામલો સામે આવતા વાલીઓના પગ તળેથી તો જાણે જમીન ખસી ગઈ હતી.આ મામલાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

