વાંસદા ચીખલી: ગતરોજ વાંસદા ચીખલીના ગામડાઓમાં હેલીકોપટર ના બપોર પછીના સમય દરમિયાન ત્રણ થી ચાર ચક્કર લગાવવામાં આવતાં એવી લોક ચર્ચા ઉઠવા પામી હતી કે આ હવાઈ માર્ગ દ્વારા ભારત માલા પ્રોજેક્ટનો સર્વે કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટમાં જમીન જનાર ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ મુજબ ચીખલી અને વાંસદા તાલુકાના ગામોમાંથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સુરત અહમદનગર હાઈવે માટે ભારત સરકારના ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જમીન સંપાદન માટે જાહેરનામું પણ બે એક વર્ષ પૂર્વે પ્રસિદ્ધ કરાયું હતું અને અવારનવાર સર્વે પણ કરાતા કેટલાક ગામોમાં ખેડૂતોએ વિરોધ કરતા ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. આ દરમિયાન રવિવારના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં ચીખલી તાલુકાના ટાકલ , વાંઝણા, રાંનવેરીકલ્લા, કુકેરી સહિતના અને વાંસદા તાલુકાના પ્રતાપનગર, વદરવેલા સહિતના ગામોના વિસ્તારમાં હેલિકોપ્ટર એ ત્રણ ચાર ચક્કર મારતા લોકોમાં કુતૂહલ સર્જાવા પામ્યું હતું. અને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
ભારત માલા પ્રોજેક્ટ માટે હેલિકોપ્ટર દ્વારા સેટેલાઈટ સર્વે કરાવવામાં આવી રહ્યું હતું કે સેનાનું હેલિકોપ્ટર કે કોઈ નેતાનું હતું. તેવા અનેક સવાલો અને તારણો લોકોના મનમાં ઉઠયા હતા અને અનેક ચર્ચાઓ પણ ઉઠવા પામી હતી. અવાજથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો વિસ્થાપિતો ગામમાં બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં એક હેલિકોપ્ટર ત્રણ ચાર રાઉન્ડ માર્યા અને હતા અને હેલિકોપ્ટરના અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

