ડેડીયાપાડા: ગતરોજ ડેડિયાપાડામાં નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી ફતેસિંહભાઈ, તાલુકા પ્રમુખશ્રી રમણભાઈ શિક્ષક કો. ઓ. ક્રેડીટ સોસાયટીની સને 2023-24 ના વર્ષની વાર્ષિક સાધારણ સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ વાર્ષિક સાધારણ સભામાં નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી ફતેસિંહભાઈ, તાલુકા પ્રમુખશ્રી રમણભાઈ, દેડિયાપાડા તાલુકા શિક્ષણશાખાના અધિકારીઓશ્રી રામસીંગભાઈ, રોશનભાઈ પટેલ અને પ્રેમસિંગભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દેડિયાપાડા તાલુકાના ધોરણ-10 અને ધોરણ -12 ના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ વિતરણ થયું. વયનિવૃત્ત થયેલ પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. અવસાન પામેલ શિક્ષકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

મંડળીના મંત્રીશ્રી રાયસિંગભાઇ એ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો. મંડળીના ચેરમેનશ્રી ચાર્લેશભાઈ રજવાડી ના નેજા હેઠળ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. નર્મદા જિલ્લાની તમામ સહકારી મંડળીઓમાં દેડિયાપાડા શિક્ષક સહકારી મંડળીએ વહીવટી સરળતા અર્થે ઇન્ફોટેક કંપનીનું ઓનલાઇન અને લાઈફ ટાઈમ સોફ્ટવેરની ખરીદી કરી છે. મોબાઈલ એપ્લિકેશનથી દરેક સભાસદ મંડળીનો વહીવટ નિહાળી શકશે. ચેરમેનશ્રી એ હાજર તમામ મહેમાનો,સભાસદશ્રીઓનો આભાર માન્યો હતો. આ સભાનું સફળ સંચાલન કમલેશભાઈ ગામીતે કર્યું હતું.