નવસારી: RTO કચેરીમાં ACB એ છટકું ગોઠવી સહાયક મોટર વાહન નિરીક્ષકને લાંચની રકમ. લેતા રંગે હાથ ઝડપી પાડતા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રક ચાલકને અલગ અલગ કારણ આપી વાહનને ડીટેન કરવાની ધમકી આપી 7000 રૂપિયાની માંગણી કરતા વાહન ચાલકે ACB માં ફરિયાદ કરતાં અધિકારીએ પૈસા લેતા રંગે હાથ ઝડપી પાડતા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.
જુઓ વિડીઓ..
નવસારી RTO કચેરીમાં સહાયક મોટરવાહન નિરીક્ષક, વર્ગ- 3 સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ દ્વારા નવસારી હાઈવે ઉપરથી પસાર થતી ટ્રક ને જુદા જુદા બહારના હેઠળ રોકી તેને ડીટેન અને દંડાત્મક કાર્યવાહી કરવાની ધમકી આપી ટ્રક ચાલકો તેમજ માલિકો પાસેથી 5,000 થી 10,000 રૂપિયાની લાંચ મેળવતો હતો જાગૃત ટ્રક ચાલક/માલિક દ્વારા RTO કર્મચારીની આ કરતુત અંગે નવસારી ACB જાણ કરી હતી જે આધારે ACB પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી રાઠવા ની આગેવાનીમાં એક ડી કોઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્સ્પેક્ટર ઓફિસ રૂમમાં છટકું ગોઠવ્યું હતું. કર્મચારી સંતોષ યાદ આવે 7000 રૂપિયા ની લાંચ સ્વીકારતા રંગે હાથ એસીબીના અધિકારીઓએ ઝડપી પાડયા હતા. આ રેડ મદદનીશ નિયામક, એ.સી.બી સુરત એકમના અધિકારી આર.આર.ચૌધરીના સુપર વિઝનમાં પાર પાડવામાં આવી હતી.