આહવા: ટોપી- હાલમાં વરસાદી માહોલમાં આહવાના ચૌકયાનાં રાવચોન્ડ ગામમાં એક વર્ષ પહેલાં બનાવવામાં આવેલા ગરનાળા માં થયેલ ભષ્ટ્રાચાર ઊજાગર થતાં આહવા તાલુકાનાં ભષ્ટ્ર ઈજનેરો સાથે અધિકારીઓનાં સાંઠગાંઠ કરી કામગીરી થઇ રહી હોવાનો નમુના બહાર આવ્યો છે.
આહવા તાલુકા પચાયતનાં ચૌકયા ગ્રામ પચાયતનાં રાવચોન્ડ ગામ માં પ્રા . શાળાથી ચર્ચ તરફ જતા રસ્તા પર ગરનાળું કામ માં ભ્રષ્ટાચાર થયાનું નારી આંખે જોઈ શકાય છે. સરકારની 15 માં નાણાં પંચ યોજનામાં લાખો રૂપિયાનાં ખર્ચે ગરનાળું મંજુર થયું હતું જેનું કામ ચૌકયા ગ્રામ પચાયતનાં સુમિતીબેન સરપંચના પતિ જેબરાવ તથા તલાટી કમમંત્રી નિમિશાબેનએ કરાવ્યું હતું. જેનું નિરીક્ષણ તાલુકાનાં બાધકામ વિભાગનાં સાઈટ ઈજનેર ફાલ્ગુનીબેનએ કરવાનું હતું કામ એક વર્ષ પહેલાં જ પુરૂ થયું છે સામાન્ય વરસાદમાં પણ કામમાં થયેલ ભષ્ટ્રાચારની પોલ ખુલી ગઈ છે પહેલાં જ વરસાદ માં ગરનાળામાં બાધકામમાં ગાબડું પડી ગઈ છે સાઈડમાં તુંટી ગયું છે.
જયારે ભષ્ટ્રાચાર કરવા માટે વાપરવામાં આવેલ નદીનાં પથ્થરો દેખાઈ રહયાં છે ભષ્ટ્ર સરપચ, તલાટી અને સાઈટ ઈજનેરનાં મેળાપીપણામાં નાળાના કામમાં નિમ્નકક્ષાના સિમેન્ટ, માટી ભાઠુ તથા નદીનાં મોટા ગોટા પથ્થરો નાંખવામાં આવ્યાં છે. ચૌકયા પચાયતનાં તલાટીએ ફોન ઉપાડ્યો ન હતો.