નાનાપોઢા: આદિવાસી વિસ્તારોમાં બહારથી આવી કરીયાણાની દુકાન ચલાવતાં મારવાડી દુકાનદારો જુનો માલ વેચી આદિવાસી લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતાં હોવાનો વધુ એક કિસ્સો નાના પોઢાંમાંથી ફરી સામ આવ્યો છે. જેમાં એક દુકાન નહિ 13 જેટલી દુકાનમાંથી જુનો માલ વેચતા હોવાનું માલુમ પડ્યું છે.

વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સેફટી ઓફિસર સી.એન.પરમાર તથા કે.જે.પટેલે નાનાપોઢા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી કરિયાણાની તથા નાસ્તાની કુલ 13 દુકાનોમાં અકસ્મિક તપાસ કરી તો કરિયાણાની દુકાનોમાંથી એક્સપાયરી તારીખનો કુલ 161 કિલોનો માલ કિંમત રૂપિયા 28685 નો જથ્થા મળી આવ્યો અને 1 રેગ્યુલર અને 7 સરવેલાંસ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જય ભેરુનાથ કિરાણાનું લાયસન્સ 3 દિવસ માટે સસ્પેન્ડ કરાયું અને મહાલક્ષ્મી કિરણ વિનાયક કિરાણા દીપક કિરાણા લક્ષ્મી જનરલ સ્ટોર ન્યુ રજવાડી કિરાણા આશાપુરા સ્ટોર ટેસ્ટી ખમણ શિવ શક્તિ સ્વીટ પર વગર પવાને ધંધો કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો. તથા ત્રણ દિવસમાં પરવાના લેવાની શરતે દુકાન બંધ કરી છે.

ભોળા આદિવાસીઓના આરોગ્ય સાથે ખિલવાડ કરતાં આ મારવાડી દુકાનદારોને પર ક્યા કડક પગલાં ભરવા જોઈએ એ વિચારવાનો સમય હવે આવી ગયો છે અને જો દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં તપાસ કરવામાં આવે તો આવા હજારોની સંખ્યામાં મારવાડી દુકાનદારો મળી આવે એમ છે જે આદિવાસી લોકોને જુનો માલ પધરાવી લાખો રૂપિયા કમાઈ રહ્યા હોવાનું લોકો જણાવે છે.