ગણદેવી: આજરોજ ગણદેવી તાલુકાના ગણદેવા ગામના સરપંચ સ્નેહલ તરલ પટેલ,નિવૃત ખેતીવાડી સચિવ ધનસુખ પટેલ,તુષાર પટેલ,તરલ પટેલ,જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશ પટેલ,ખારેલ સહકારી મંડળીના મહામંત્રી કમલ દેસાઈ,ધનારૂપા વિકાસ ટ્રસ્ટ પ્રમુખ ભરત પટેલ,નયન મિસ્ત્રી,સંજય પટેલ સહિતના આગેવાનો દ્વારા બીએસએફમાં રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ફરજ બજાવતી વખતે 2002માં માત્ર 24 વર્ષની ઉંમરે શહીદ થયેલા સ્વ.હેમંતભાઈ જયંતિભાઈ પટેલની 23 મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,વાંસદા-ચીખલી-ખેરગામ ધારાસભ્ય અનંત પટેલ,નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ,ખેરગામ તાલુકા સમસ્ત આદિવાસી સમાજ મિન્ટેશ પટેલ,ઉપપ્રમુખ કીર્તિ પટેલ,જીગર પટેલ,માજી સૈનિક સેવા સંગઠનના દક્ષિણ ગુજરાતના પ્રમુખ મુકેશ પટેલ અને અન્ય સૈનિકો મહેશ પટેલ,હર્ષદ પટેલ,સંજય ગામિત,અશ્વિન પટેલ,જયંતિ પટેલ,બાબુભાઇ તથા રમેશ પટેલ સહિતના નિવૃત જવાનો અને શહીદ હેમંતભાઈના પિતા જયંતિભાઈ અને અન્ય પરિવારજનો,ગ્રામજનો ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે સૈનિકો જેસલમેર,બાડમેરમાં 55-60 ડિગ્રીમાં પણ કામ કરે છે અને સીયાચિનમાં -30 ડિગ્રી ઠંડીમાં પણ કામ કરે છે.પાકિસ્તાન બોર્ડરથી લઈને બાંગ્લાદેશ-ચિન બોર્ડર કઈ ગોળી ક્યારે આવીને શહીદ બનાવી દેશે તેની જાણ પણ નહિ હોવા છતાં ગર્વથી દેશ માટે લડે છે.બોર્ડર હોય કે કોઈપણ પુર, આગજની, ગૃહયુદ્ધ જેવી કોઈપણ તકલીફ હોય સૈનિકો જ સુરક્ષા કરતા હોય છે.દેશના સામાન્ય નાગરિકો મરતા હોય છે,જયારે સૈનિક ક્યારેય નિવૃત નથી થતો એટલે એને જવાન કહેવાય છે અને ક્યારેય મરતો નથી પરંતુ શહીદ થતો હોય છે,આવા સૈનિકોની વચ્ચે ઉપસ્થિત થતાં ખુબ જ ગર્વની લાગણી થાય છે.ધારાસભ્ય અનંત પટેલે શહીદ હેમંતભાઈ અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૈનિકોને ભવિષ્યમાં જયારે પણ જરૂર પડશે ત્યારે મદદ માટે તૈયાર હોવાની ખાતરી આપી હતી અને નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે શહીદ થયેલા સૈનિકના માનમાં દરવર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવાની અપીલ કરી હતી જેને સ્થાનિકોએ સહર્ષ સ્વીકારી હતી.
સૈનિક સંગઠનના હોદેદારોએ સરહદો પર દેશની રક્ષા કરતા કરતા સૈનિકોને અનેક યાતનામય તકલીફો પડતી હોવા છતાં કેવી રીતે ગર્વભેર દેશની રક્ષા કરતા હોય છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી જેને ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધી હતી.

