આહવા-ડાંગના વધઈ તાલુકા મનરેગા યોજના માં કામ કરતાં કર્મચારી ટેકનીકલ આસિસન્ટ અને ગ્રામ રોજગાર સેવકઓએ વિવાદીત આસિસન્ટ પ્રોગ્રામ ઓફિસર પરિમલ સોંલકી સામે ઊધરાણા અને માનસિક ત્રાસ કરી હેરાન પરેશાન કરતાં હોવાનો આક્ષેપ કરતાં ચકચારી મચી ગઈ છે
Decision News ને મળેલી માહિતી મુજબ વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ,જિલ્લા પચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન,તાલુકા પચાયત પ્રમુખ ચંદરભાઈ તથા ડાંગ જિલ્લા કલેકટર ને વધઈ તાલુકા પચાયત માં મહાત્મા ગાંધી રોજગાર ગેરેન્ટી યોજનામાં ફરજ બજાવતાં ટેકનીકલ આસિસન્ટ,ગ્રામ રોજગાર સેવક તથા અન્ય કર્મચારીઓએ મનરેગા યોજના ના આસિસન્ટ પ્રોગ્રામ ઓફિસર પરિમલ સોંલકી સામે લેખિત ફરીયાદ આપી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે પરિમલ સોલંકી જો હુકમી ચલાવી રહયાં છે ખુબ જ ઊધ્ધતાઈ ભર્યું વર્તન કરે છે માનસિક રીતે ટોર્ચર કરે છે ગ્રામ પચાયત લેવલેથી વારંવાર રૂપિયાની ઊધરાણી કરાવી ખોટી ખોટી માંગણી કરે છે જો રૂપિયા ન આપવામાં આવે તો ગંદી-ગંદી ગાળો આપી નોકરી માંથી મુકવાની ધમકીઓ આપે છે તેમનાં આવ્યાં બાદ વધઈ તાલુકા પચાયતનું કામ પ્રદર્શન ધટી ગયું છે નાણાકીય વર્ષ-2024-2025 પહેલાં વધઈ તાલુકા પચાયતનું સુબીર તાલુકા પચાયત કરતાં સારૂ હતું પરિમલ આવ્યાં બાદ વધઈ તાલુકા પચાયત માં મનરેગાનું કામ ખુબ નબળું થઈ ગયું છે જે ઓનલાઈન રિપોટમાં દેખાઈ છે તાજેતરમાં તેમને દરેક કર્મચારીઓ પાસેથી બહુ મોટી રકમ ઊધરાવી છે અમો અમારી સાથે સાથે ગ્રામ પચાયત અને તાલુકા પચાયતનાં પધઅધિકારીઓ આ બાબતે ત્રાહીમામ છે પરિમલ સોલંકી અગાઊ અલગ-અલગ સરકારી વિભાગોમાં પણ આવી જ રીતે ડખા ઊત્પન્ન કરીને જે-તે યોજનાં અમલવારીને અવરોધ ઊભો કયો છે જેથી એણે જે-તે જગ્યાએથી નોકરી માંથી બરતરફ કરવામાં આવેલ છે પરિમલ સોલંકી અમારી સાથે નોકરી કરે તો તેમાં અમારૂ અને મનરેગાનું હિત જોખમાય તેમ છે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા.
વધઈ તાલુકા પચાયતનાં આસિન્ટ પ્રોગ્રામ ઓફિસર એ જણાવ્યું કે મનરેગા યોજના નાં નિયમો અનુસાર મારી ફરજ દરમ્યાન કર્મચારીઓ પાસેથી યોજનાંકીય કામગીરી પુર્ણ કરવાં માટે સુચનાઓ આપી કામગીરી લઈએ છીએ નબળી કામગીરી વાળા કર્મચારીઓને અમુક વખતે તાકીદે સુચનાં આપી કામગીરી ફરજનાં ભાગે લેવાની થાય છે મે કોઈ કર્મચારી પાસેથી રૂપિયા નથી લીધા ખરેખર ગ્રામ્યકક્ષાએ જોબકાર્ડ ધારક શ્રમિકોને રોજગારી મળી રહે તેનું કામગીરી કરવાનું કામ ટેકનીકલ અને જીઆરએસનું છે શાખા અધિકારી તરીકે આ કામગીરીનું મોનીટરીંગ કરવું એ મારી નૌતિક ફરજ છે.

