ઉમરપાડા: અનેક વિવિધ કચેરીઓમાં ગ્રામજનોની રજુવાતો છતાં છેલ્લાં લગભગ ત્રણ વર્ષો વીત્યા રસ્તો ન બનવાના લીધે ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના વડપાડા થી ઉમરદા રસ્તા પર મૌલીપાડા સાથે બસનો અકસ્માત થતાં થતાં બચી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના વડપાડા થી ઉમરદા રસ્તા પર મૌલીપાડા સાથે બસનો અકસ્માતમાં થતાં બચી ગાય હતી. બસમાં મુસાફરો સવાર હતા અને જ્યારે બસ ગટરમાં ઉતારી ત્યારે તેમના જીવ તાળવે ચોટી ગયા હતા.
છેલ્લા ત્રણ વર્ષથી નવા રસ્તાનું કામ ચાલું છે,પણ આજ દિન સુધી કોઇ સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય કે સરપંચ બોલા તૈયાર નથી. આખરે અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ એક મોટો અકસ્માત થતાં બચ્યો એવા રસ્તો ના બનવાનાં કારણે એવાં પ્રકારના અકસ્માત સર્જાતા બાઇક ચાલકો સાથે થતાં હોય એના માટે કોણ જવાબદાર.?

