ઉમરગામ: થોડા દિવસ પહેલાં ઉમરગામના વોર્ડ નંબર સાતના દેવધામ વિસ્તારમાં રહેતા પરિવારની ત્રણ વર્ષની બાળકી સાથે મુસ્લિમ યુવકે શારીરિક અડપલા કર્યા હતા. આ યુવાન બાળકીના પિતા સાથે કામ કરતો હતો, અને યુવાને તકનો લાભ લઈને બાળકીને અડપલા કર્યાં હતા. આ કૃત્ય કર્યા બાદ યુવાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે બાળકીએ રડતાં રડતા સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી. પરિવારે તુંરત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ યુવાનને મુંબઈ જતી ટ્રેનમાંથી પોલીસે દબોચ્યો પોલીસને બાતમી મળી હતી કે આ યુવાન મુંબઈ ભાગવાની તૈયારી કરી રહ્યો છે, પોલીસે મુંબઈ જતી ટ્રેનમાંથી જ તેને દબોચ્યો હતો. ઘટનાની જાણ વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. વાત ધ્યાનમાં આવતાં જ લોકોમાં આક્રોશનો માહોલ છવાયો હતો. ટોળાએ ગાંધી વાડીના મુખ્ય માર્ગો પર આવેલી દુકાનોમાં તોડ઼ફોડ઼ કરી ટોળાએ ગાંધી વાડીના મુખ્ય માર્ગો પર આવેલી દુકાનોમાં તોડફોડ઼ કરી હતી તો ક્યાંક આગ પણ લગાવી દેવામાં આવી હતી.

લોકોના ટોળા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા, પોલીસ સ્ટેશનની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મોડી રાત સુધી તોડફોડ કરી પોલીસની સમજાવાટ બાદ પણ પરિસ્થિતિ કાબૂ બહાર થઈ હતી. ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મોડી રાત સુધી તોડફોડ કરી હતી. બીજી તરફ ઉમરગામ પાલિકા વિસ્તારમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુ સર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.