ઝઘડિયા: આ કાર્યક્રમમાં લોકો સાથે સંવાદ કરતા સમયે મેં જણાવ્યું કે, ઝઘડિયા તાલુકાનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. જી.આઈ.ડી.સી.માં ઘણા ઉદ્યોગો આવેલા છે. ક્વોરી, સિલિકા તેમજ રેતી સાથેના ખુબ જ મોટાં વ્યવસાયો ઝઘડિયા તાલુકામાં વિકસી રહ્યા છે. જેમાં હજારો લોકોને રોજગારી મળી રહી છે. પરંતુ આ એકમોમાં નોકરી મેળવવા માટે સ્થાનિક લોકોએ પણ વ્યવસાયિક આવડત કેળવવી પડશે. ભણી-ગણીને સક્ષમ બનવું જરૂરી છે.

આપણા સ્થાનિક આદિવાસી યુવાનોએ રોજગારી મેળવવા માટે યોગ્ય અભ્યાસ કરીને તાલીમ મેળવવી પણ એટલી જ જરૂરી છે. સાયન્સ, કોર્મસ, આર્ટસ તથા અદ્યતન પ્રકારની ITIમાં આપણા યુવાનોને મોટી સંખ્યામાં જોડીયે. જેથી આપણા આદિવાસી યુવાનોને આ વ્યવસાયોમાં રોજગારી મળી રહે. ક્વોરી ઉદ્યોગ તથા રેતીના વ્યવસાયમાં પણ સ્થાનિક ભણેલા યુવાનોએ આગળ આવવું જોઈએ. સરકારની આદિવાસી યુવાનો માટે તેમજ મહિલાઓના સ્વ સહાય જૂથો માટેની અનેક યોજનાઓ છે. આથી આપણે પણ આ યોજનાઓનો લાભ લેવો જોઈએ અને આપણી સાથે રાષ્ટ્રનાં પણ વિકાસમાં યોગદાન આપીએ.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય શ્રી બિપીન ભાઈ વસાવા જી, તાલુકા પંચાયત સભ્ય । શ્રી જગદીશ ભાઇ, તાલુકા પંચાયત સભ્ય શ્રી અરુણભાઈ, તાલુકા પંચાયત સભ્ય |શ્રી પાર્થ વસાવા જી, વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી સેવંતુભાઈ વસાવા જી,
ઝઘડિયા તાલુકા મહામંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહ રાઠોડ જી, ડેપ્યુટી સરપંચ ઝઘડિયા ગ્રામ પંચાયત શ્રી વિનોદભાઇ વસાવા જી, આદિવાસી આગેવાન શ્રી બાલુભાઇ વસાવા જી, આદિવાસી મોરચાનાં શ્રી નરેશભાઈ વસાવા જી, દિનેશભાઇ રવજીભાઇ વસાવા જી, ફૂલવાડી ગામનાં ગજેન્દ્રભાઇ, કાર્યકર્તા શ્રી ભગુભાઇ ચૌધરી જી, શ્રી સંજય સિંહ જી તથા આસ પાસ નાં ગામનાં સરપંચ શ્રીઓ, પાર્ટીના આગેવાનો તેમજ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ સાથે ઉપસ્થિત બધા લોકોને આ વિસ્તારનાં ઉધોગોમાં રોજગાર મળે એ અંગે ચર્ચા કરી હતી.