ધરમપુર: ત્રણ-ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ગાંડોતુર બની વરસી રહ્યો છે જેને લઈને નદીઓના નીર નીચાણવાળા વિસ્તારોમાં છવાઈ ગયા છે ત્યારે આજરોજ ધરમપુરમાં તાલુકાના આસુરા ગામે હનુમાન ફળિયામાં એક ગરીબ આદિવાસી પરિવારના ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે.

Decision News સાથે વાત કરતાં કલ્પેશ પટેલ જણાવે છે કે ધરમપુરના આસુરા ગામે હનુમાન ફળિયામાં એક ગરીબ આદિવાસી પરિવારના ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા ત્યારે ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી અને ગામના લોકો સાથે સહકારમાં આવ્યા હતા. દુઃખ ની વાત એ છે કે આ આદિવાસી પરિવારમાં ફક્ત એક દાદી અને એમની એક દીકરી સાથે બે જ વ્યક્તિ રહે છે. પાણી ભરવાનું મુખ્ય કારણ બાજુમાં રહેલ દિવાલ છે.

આ દિવાલને કારણે ગરીબ આદિવાસી પરિવારએ ભોગવવાનું આવ્યું છે. હજી અમુક લોકો પોતાના સ્વાર્થ માટે ગરીબ આદિવાસી પરિવાર ભોગ બનાવતા આવ્યા છે.જે બાબતે ધરમપુરના પોલીસના મિત્રોને જાણ કરતા તેઓ પણ જાતે આવી અને આ ગરીબ આદિવાસી પરિવારને મદદ રૂપ થયા હતા