વાંસદા: છેલ્લાં બે-ત્રણ દિવસથી વાંસદા વિસ્તારમાં મેઘરાજા સતત વરસી રહ્યો છે એવામાં અનેક નદી-નાળા છલકાયા છે ત્યારે વાંસદાના માનકુનીયા ગામમાં માનકુનીયા મોળાઆંબા થઈ અંકલાશ જતા હાઈવે પર બારી( ધામોડબારી) ફળિયા ખાતે આવેલ પુલનો એક બાજુનો પીલર વરસાદના પાણીમાં ધરાશયી થઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે.

Decision News ના માધ્યમથી જુથ ગ્રામ પંચાયત માનકુનીયા જણાવે છે કે માનકુનીયા તેમજ આજુબાજુના તમામ ગામના લોકોને જણાવવાનું કે માનકુનીયા ગામે માનકુનીયા મોળાઆંબા થઈ અંકલાશ જતા હાઈવે પર બારી ( ધામોડબારી ) ફળિયા ખાતે આવેલ પુલનો એક બાજુનો પીલર વરસાદના પાણીમાં ધરાશયી થઈ ગયો છે અને બીજી બાજુનો પણ ધરાશયી થઈ જશે એવી હાલત જોવા મળી રહી છે.

આથી તમામ ભારે વાહનો તાત્કાલિક ધોરણે અહીંથી પસાર ના થશો એવી નમ્ર વિનંતી છે. ગમે ત્યારે આખો પુલ ધરાશયી થવાની શકયતા રહેલી છે. ફકત પુલનો ઉપરનો સ્લેબ જ રહેલો છે અને એમાંથી પણ હજુ નીચે થોડો થોડો ભાગ તુટીને પડયા કરે છે. આ બાબતે વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે સલામતીના પગલાં લે એ જરૂરી બન્યું છે. હાલમાં રસ્તો બંધ કરાયાની Decision Newsને માહિતી મળી છે.