ખેરગામ: વર્તમાનમાં છેલ્લાં બે દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ થતા નદીમાં પાણીનો પ્રવાહ વધતા તાલુકાને લાગુ ત્રણેય કોઝવે ફરીથી પાણીમાં ગરક થયા હતા. ગરગડિયા પાસે ઔરંગાના પાણીથી કોઝવે દેખાતો બંધ થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
હાલમાં ઔરંગા નદીમાં પૂરના પાણી ફરી વળતા કોઝવે બંધ થયો છે. આ પહેલાં દિવાસા વખતે ભરપૂર વરસાદના લીધે તાન અને ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા અને દસેક દિવસ ત્રણેય કોઝવે બંધ રહ્યા હતા ત્યારે લગભગ વીસેક દિવસ પછી ઉપરવાસમાં ભારે વરસાદ થતા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ખેરગામ તાલુકાને લાગુ ત્રણેય કોઝવે ફરીથી પાણીમાં ગરક થયા હતા. ગરગડિયા પાસે ઔરંગાના પાણીથી કોઝવે દેખાતો બંધ થયો હતો.
ખેરગામમાં અત્યાર સુધીના વરસેલા વરસાદની વાત કરીએ તો 98 ઈંચ જેટલો વરસાદ થયો હતો 24 મી એ સાંજના પાંચ સુધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાતા વરસાદે ચાલુ મોસમમાં 101 ઇંચ વરસી સદી ફટકારી હતી અને હજુ વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલુ જ છે.