સુરત: તરસાડી નગરપાલિકા ગંદકી ને લઇને ઘણા સમય થી ચર્ચાઓ માં રહી છે .ત્યારે આજ રોજ સવારે જોવા મળ્યું કે નગર પાલિકા ની આગળ જ ગંદકી પોતાનું રાજ જમાવી ને બેસી છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ તરસાડી નગરપાલિકા ગંદકી માટે પહેલેથીજ ચર્ચાઓ માં રહી છે ત્યારે આજે જોવા મળ્યું કે નગર પાલિકા ની આગળ જ જીવલેણ ગંદકી જોવા મળી હતી. નગર પાલિકા ની આગળ આ પ્રકાર ની ગંદકી તંત્ર ની બેદરકારી નું ઉત્તમ ઉદાહરણ દર્શાવે છે. પેહલા પણ રસ્તા પર કચરો ઠાલવવાના કારણે તંત્ર ચર્ચા માં રહ્યું હતું . આ ગંદકી સમય જતા ઉગ્રા સ્વરૂપ ધારણ કરી રોગ નું નિર્માણ કરી સકે છે. આ કારણે પ્રજા ને પરેશાની નું પણ જૉખોમ રહે છે.

