પ્રતિકાત્મકફોટોગ્રાફ

ઉમરપાડા: હર ઘર શૌચાલય વિકાસના કાર્યો માં કેન્દ્ર દ્વારા જે ગ્રાન્ટ આદિવાસી વિસ્તારોમાં ફાળવવામા આવતી  હતો તેને લોકો સુધી ના પહોંચાડી વંચિત કરતું ઉમરપાડા ના તંત્રને બેભાન હાલતમાંથી ઉઠાડતા માંગરોળના ધારાસભ્ય એક્શન મોડ માં જોવા મળ્યા.

સંદેશ માં પ્રકાશિત અહેવાલ મુજબ સુરત જિલ્લાના માંગરોળ વિસ્તારના ધારાસભ્યએ કલેક્ટર સાથે મિટિંગમાં એક ચોંકાવનારો કિસ્સો સામે પાડ્યો હતો. ભારત સરકાર દ્વારા હર ઘર શૌચાલયના વિકાસના કાર્યને જે પ્રમાણે અટકાવીને શૌચાલયથી આદિવાસી લોકોને વંચિત કરનારા જે સરકારી કર્મચારીઓના કાર્ય હતા તેનો પડદો ખોલતા ધારાસભ્ય શ્રી ગણપત ભાઈ વસાવા એ મિટિંગમાં અવાજ ઉઠાવ્યો હતો જેમાં તાલુકા પંચાયતમાં કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવનાર મનીષા પાડવી એ ડોગરીપાડા ગામમાં ત્રિલોક સખી મંડળી બનાવી હતી તેમજ આ મંડળીમાં પોતે જ પ્રમુખ અને મંત્રી પણ છે તેમણે 57 શૌચાલય બનાવવા માટે જે પૈસા આવ્યા હતા એને બારોબાર ઉપાડી લીધા હતા અને તેવી જ રીતે કો-ઓર્ડીનેટર શાંતિલાલ વસાવા ઉમરપાડા ગામમાં શિવ શક્તિ મંડળી બનાવી તેમાં પોતાના પત્નીને પ્રમુખ મંત્રી તરીકે નિમણૂક કર્યા હતા તેમજ 228 શૌચાલય બનાવવા માટે 27.24 લાખ રૂપિયા ચૂકવવા બદલે બારોબાર ઉપાડી લીધા હતા. આવી ઘણી ઘટનાઓને ધ્યાને લઇ ધારાસભ્ય ગણપતભાઈ  વસાવા દ્વારા એક્શન મોડ ઓન કરવું પડ્યું હતું. આ ઘટના સામે કડક પગલાં લેવા માટે ધારાસભ્ય ગણપતભાઈ વસાવા દ્વારા કલેક્ટરશ્રી ને આ ઘટના સામે કડક પગલાં લેવાની મંજૂરી કરી હતી.