દાનહ: 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિતે સેલવાસ સ્ટેડીયમ ગ્રાઉન્ડ પર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર પ્રિયંક કિશોરના હસ્તે ધ્વજારોહણ કરવામાં અવાયું હતું. બાદમાં પોલીસ રક્ષકદળ અને એન.સી.સી કેડેટસ દ્વારા પરેડ કરવામાં આવી હતી.ત્યારબાદ કલેકટર પ્રિયંક કિશોર દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશ ભક્તિને લગતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. બાદમાં પ્રદેશની વિવિધ શાળાઓમા હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે દાનહ જીલ્લા પંચાયતને લાઇટિંગ અને ડેકોરેશન માટે એવોર્ડ આપવામા આવ્યો હતો અને માંદોની પંચાયતને સ્વચ્છ પંચાયતનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં દાનહ સાંસદ કલાબેન ડેલકર પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ હેડ ક્વાટર ખાતે આઇ.પી.એસ ઓફિસર દ્વારા ધ્વજવંદન કરાયું હતું ઝંડાચોક ઈંગ્લીશ મીડીયમ શાળામાં સવારે પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. બાદમા ધ્વજવંદન કરાયું હતું.દાદરા પંચાયતમાં સરપંચ સુમિત્રબેન પટેલ દ્વારા ધ્વજવંદન કરાયું હતું અને શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.સેલવાસ નગર પાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ રજની શેટ્ટીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અવસરે પાલિકા સીઓ ,પાલિકા સભ્યો અને સ્ટાફ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત કચેરી ખાતે સીઈઓ અરુણ ગુપ્તાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. લાયન્સ ઈંગ્લીશ મીડીયમ શાળામાં ચેરમેન ફતેસિંહ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. બાદમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભક્તિના ગીતો પ્રદર્શિત કરાયા હતા.