સેલવાસ: રખોલી ખાતે અજાણ્યા વ્યક્તિનું હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ થયું હતું. રખોલી ખાતે અજાણ્યા વ્યક્તિનું અકસ્માત થયું હોવાનું પોલીસ કંટ્રોલ રૂમ સાયલી પોલીસ સ્ટેશનના પીસીઆર-4 ને જાણ થઈ હતી. રખોલીના જલારામ મંદિરની સામે રખોલી મેઈન રોડ પર એક અજાણ્યા વ્યક્તિએ અચાનક વાહનને ટક્કર મારી હતી આ અંગેની જાણ થતા ફરજ પરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો

Decision News ને મળેલી જાણકારી મુજબ મૃતક આશરે 25 થી 30 વર્ષની વયનો અજાણ્યો શખ્સ મળી આવ્યો હતો.તેને કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા અકસ્માત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હતો અને તેના કપડાંની શોધખોળ કરતાં તેની પાસેથી કોઈ પણ પ્રકારનું ઓળખપત્ર મળી આવ્યું નહોતું. જેથી મૃતક વ્યક્તિની ઓળખ થઈ શકી નહોતી. તેમજ અને હજુ સુધી તેના સગાં સંબંધીની પણ ભાળ મળી નથી જેથી અને આ અંગે સાયલી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નંબર 35/2024 નોંધીને 281, 106(1), BNS અને સે. 134, 184, 177 મોટર વિહક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને વ્યક્તિની ઓળખ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.મૃતકનજ ઉંમર આશરે 25 થી 30 વર્ષ અને રંગ ગોરો, ઉંચાઈ 5′ 6 ઇંચ છે.

કાળા રંગનું ફુલ ટી-શર્ટ અને વાદળી રંગનું ફુલ પેન્ટ પહેર્યું છે.ઉપરોક્ત ઓળખાણ વાળી અજાણી વ્યક્તિનો કોઈ સંબંધી મળી આવે સાયલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.