કેવડીયા: ટ્રાઈબલ મ્યુઝિયમ કરોડો રૂપિયાના ખર્ચ બની રહેલ કેવડિયામાં ટ્રાઈબલ મ્યુઝિયમ ટ્રાઈબલ મ્યુઝિયમમાં સરકારના આદેશ છતાં CCTV કેમેરા જ નથી બોલો.. ત્યારે ગતરોજ બે આદિવાસી યુવકના મર્ડરના કેસમાં 6 આરોપીઓને ટ્રાયબલ મ્યુઝિયમ ખાતે લાવી પોલીસે ઘટનાનું રીકસ્ટ્રકશન કર્યું હતું.
Decision News ને મળેલી જાણકારી મુજબ કેવડિયા ખાતે બની રહેલા આદિવાસી મ્યુઝિયમના બાંધકામ સાઈટ પર કેવડીયાના જયેશ તડવી અને સંજય તડવીને કોન્ટ્રાકટરના કર્મચારીઓએ ઢોર માર મારતાં બંનેના મોત થયા હતાં. આ રાજપીપળાના ચકચાર મચાવનારા બે આદિવાસી યુવાનોના મર્ડરના કેસમાં 6 આરોપીઓને ટ્રાયબલ મ્યુઝિયમના ઘટના સ્થળ પર લાવી પોલીસે ઘટનાનું રીકસ્ટ્રકશન હાથ ધરી હત્યાને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસે 6 આરોપીને લઇને ટ્રાયબલ મ્યુઝિયમમાં ઘટના સ્થળે લઇ જઈ હત્યા કેસમાં બીજા કોણ આરોપીઓ છે ? કયાં કયા સાધનોથી માર મારવામાં આવ્યો હતો ? કેવી રીતે બાંધી માર્યા, વગેરે માહિતી મેળવવા પોલીસે ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યું.