ધરમપુર: આજરોજ ધરમપુર ડેપો ખાતે ડેપો મેનેજરશ્રીને આંબાતલાટ, સાવરમાળ, ખાંડા, ભવાડા, ધસારપાડાના વિધાર્થીઓને અપ ડાઉનમાં પડતી તખલીફ બાબતે રજુઆત કરવામાં આવી છે.
જુઓ વિડીઓ..
સલામત સવારી એસટી અમારી અને કોઈ ગરીબ આદિવાસી વિધાર્થી અકસ્માતનો ભોગ બને તો જવાબદારી તમારી એ સૂત્ર ચરીતાર્થ કરતું ધરમપુર તાલુકાનું એસ.ટી.વિભાગ ધરમપુર ખાતે અભ્યાસ અર્થે આવતા વિધાર્થીઓ ને અપડાઉનમાં બસની પુરતી સુવિધા ન હોવાને કારણે ખીચો ખીચ વિધાર્થીઓ ભરવા છતાં દરરોજ 80 થી વધારે વિધાર્થીઓ રહી જતા હોય છે અને એમને ખાનગી વાહનોમાં જીવના જોખમે 30 રૂપિયા આવવાના અને 30 રૂપીયા જવાના એમ રોજ 60 રૂપિયા ખર્ચ કરવો પડતો હોય છે અમારા વિસ્તારના લોકો દરરોજ મજુરી કરીને જીવે છે તો રોજના 60 રૂપિયા ક્યાંથી લાવછે એક તરફ સરકાર શિક્ષણ પર ભાર આપવાની વાત કરે છે પરંતુ સ્કૂલ સુધી પાહોચવા માટે પૂરતી બસની સુવિધા તો આપવી જોઈએ ને જે બાબતે આજરોજ વિધાર્થીઓ સાથે રજુઆત કરી હતી.
વિદ્યાર્થીઓની આ સમસ્યા બાબતે જો ટુક સમયમાં તાત્કાલિક બીજી બસની ફાળવણી ન કરવામાં આવી તો આજ વિધાર્થીઓ સાથે ધરમપુર ડેપો ખાતે ધરણા પર બેસવાની ફરજ પડશે જેની નોંધ એસ. ટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ લેવી.