દાનહ દીવ-દમણ: સંઘ પ્રદેશ દાનહ અને દમણ-દિવ માટે વધુ એક ખુશીના સમાચાર આવી રહ્યા છે. દાનહ અને દમણ દીવની નમો મેડિકલ કોલેજમાં આ વર્ષે 2024-25ના બેચથી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ શરૂ થશે. પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ અભ્યાસક્રમના પાંચ વિષયોની કુલ 18 સીટની ફાળવણી કરવામાં આવી છે.
Decision News સાથે વાત કરતાં યુવાનો જણાવે છે હવે પ્રદેશના મેડિકલના વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે બહાર જવાની જરૂર નહિ પડશે. નમો મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષમાં 2024-25ના બેચ માટે પાંચ વિષયો માટે કુલ 18 બેઠક ફાળવવામાં આવી છે.જેમાં જનરલ સર્જરીની 4 સીટ, નેત્ર ચિકિત્સાની ૩ સીટ, માઇક્રોબાયોલોજીની 3 સીટ, ઓબ્સ્ટેટ્રિક્સ ગાયનેકોલોજી(પ્રસૃતિ અને સ્ત્રી રોગ)ની એનેસ્થેસિયોલોજીની ચાર ચાર સીટનો સમાવેશ થાય છે.
વધુમાં યુવાનો કહે છે કે દાનહ અને દમણ-દિવને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની મેડિકલ સીટ મળતા વિદ્યાર્થીઓને તો શિક્ષણનો ફાયદો થશે જ પરંતુ આરોગ્ય ક્ષેત્રે પણ પ્રદેશને લાભ થશે.

