ધરમપુર: વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાના સિંદૂમ્બર મંગળવારે ગામમાં એક વ્યક્તિનું અવસાન થતાં કોઝવે પરથી જીવનાં જોખમે ધસમસતા પાણીના જોરદાર પ્રવાહમાંથી અંતિમયાત્રા કાઢવાની નોબત આવ્યાની ઘટના સામે આવી છે.

DECISION NEWS ને મળેળ માહિતી મુબજ વલસાડ જિલ્લામાં ચોમાસાં દરમિયાન વરસાદી માહોલમાં કપરાડા અને ધરમપુર તાલુકાના અનેક ગામોમાં નદી પરના કોઝવે અને નાના પુલો પર પાણી ફરી વળતા ગ્રામજનોએ અન્ય રસ્તા પરથી જવા માટે ત્યારે ધરમપુરનુ સિંદૂમ્બર ગામ કે જે એક વિકાસશીલ ગામ છે. ડાઘુઓએ જીવનાં જોખમે પસાર થવું પડયું હતુ. જ્યારે સ્મશાન ગૃહ પણ નદીને બીજે છેડે આવેલું હોવાથી કોઝવે પરથી જ સ્મશાન યાત્રા પણ કાઢવી પડે છે. ત્યારે મંગળવારે ગામમાં એક વ્યક્તિનું અવસાન થયું હતુ. તેની સ્મશાનયાત્રાને ગામની દક્ષિણ દિશામાં આવેલા સ્મશાન ભૂમિમાં લઈ જવા માટે કોઝવે પરથી વહેતા પાણીના જોરદાર પ્રવાહમાંથી ડાઘુઓએ જીવનાં જોખમે પસાર થવું પડયું હતુ.

વર્ષોથી મોટો પુલ બનાવવાની રજૂઆતો કોઈ સાંભળતું નથી સિંદૂમ્બર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ વારંવાર ધારાસભ્ય અરવિંદ પટેલ, માજી સાંસદ ડૉ.કે સી પટેલને માન નદીના કોઝવે ઉપર મોટો પુલ બનાવી આપવા માટે માંગણી કરી છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં ભાજપની કહેવાતી વિકાસશીલ સરકારનો વિકાસની લોકો વાટ જોઈ રહ્યાં છે.