સેલવાસ: નગર પાલિકા, નગર પાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર અને લાઈસન્સ વગર ચાલતી ચિકન, મટન, ઇંડા અને માછલીની દુકાનો ઉપર કાર્યવાહી કરવા જઈ રહી છે. જો લાઇસન્સ ન લીધેલી દુકાનો પકડાશે તો તેના પર નગરપાલિકા કડક કાર્યવાહી કરશે ની જાહેરાત કરવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સેલવાસ નગર પાલિકા દ્વારા આવી દુકાનો ઉપર એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ઘણી બધી આવી દુકાનો લાઇસન્સ વિના ચલાવવામાં આવી રહી હોવાનું ખુલ્યું હતું. આ સંદર્ભમાં સેલવાસ નગર પાલિકા દ્વારા આવી ગેરકાયદેસર અમે લાઈસન્સ વગર ચાલતી ચિકન, મટન, ઇંડા અને માછલીની દુકાનો બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

સેલવાસ નગર પાલિકા વિસ્તારમાં ઘણા ચિકન, મટન, ઇંડા અને માછલીની દુકાનો ગેરકાયદેસર રીતે લાઇસન્સ વિના ચલાવવામાં આવી રહ્યા છે. આવા ખાદ્ય પદાર્થના વેચાણ માટે લાઇસન્સ હોવું જરૂરી છે. દુકાનદાર પાસે લાઈસન્સ ન હોવું તે લોકો માટે આરોગ્યનું સંભવિત જોખમ ઉભું કરે છે.

આથી સેલવાસ નગર પાલિકા દ્વારા એક પરિપત્ર બહાર પાડીને નગર પાલિકા વિસ્તારમાં ચિકન, મટન, ઇંડા અને મચ્છર વેચતી બધી અનધિકૃત દુકાનોના માલિકોને દુકાન તાત્કાલિક અસરથી બંધ કરવા અને આ સૂચના પ્રાપ્ત થાય ત્યારે દુકાન દૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતું.જો તેમ ન કરવામાં આવે તો સેલવાસ નગર પાલિકા દ્વારા દાદરા નગર હવેલી મ્યુનિસિપાલિટી (સુધારણા) રેગ્યુલેશન્સ, 2018 (પ્રકરણ XIX) હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે જેમાં દુકાનને સીલ કરી રૂપિયા 50 હજાર જેટલો દંડ પણ ફટકારવામાં આવશે.