ભિલાડ: સરકારી વિજ્ઞાન કોલેજ ભિલાડ તથા સાયબર સેલ ડિપાર્ટમેન્ટ, વલસાડ ના સંયુક્ત ઉપક્રમે આચાર્યશ્રી ડો. દિપક ધોબીની અધ્યક્ષતામાં ભિલાડમાં “સાયબર સિક્યોરિટી, સાયબર ક્રાઈમ અને સોસિયલ મિડિયા અવેરનેસ” વિષય પર પ્રાધ્યાપક ડો. આનંદ પટેલ દ્વારા સેમિનાર યોજાયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ સાયબર એક્સપર્ટ તરીકે સાહીલ રંગ્રેજ તથા સાયબર સેલ ડિપાર્ટમેન્ટ, વલસાડના હેડ કોન્સ્ટેબલ, નિલેશ જોશી અને પોલિસ કોન્સ્ટેબલ, કમલ પટેલ એ સાયબર ક્રાઈમ અને તેમાં સાવચેતી બાબતની મહત્વની જાણકારી આપી હતી.

આ સરકારી વિજ્ઞાન કોલેજ ભિલાડમાં યોજાયેલ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીની, ટીચીંગ સ્ટાફ અને નોન-ટીચીંગ સ્ટાફ તથા વલસાડ જિલ્લાના ભિલાડ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.