દાનહ: આજરોજ દાદરા નગર હવેલી કોંગ્રેસ દ્વારા રોડના ખાડામાં વૃક્ષો અને ભાજપના ઝંડા રોપીને પ્રદેશમાં ખરાબ રોડના ખાડા પુરવા માટે પ્રશાસનને સંદેશ આપી અને દાનહ કોંગ્રેસ દ્વારા આ પહેલા પ્રશાસનને પ્રદેશ હિતના 21 સુત્રી માંગ કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ દાનહ કોંગ્રેસ દ્વારા એક પ્રદેશના ખરાબ રસ્તાને વહેલી તકે રીપેર કરવામાં આવે અને નવા બની રહેલા રસ્તાનું કામ ઝડપથી કરવામાં આવે, અને પ્રશાસનને અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. સોમવાર સુધી ખરાબ રસ્તાના ખાડા ભરવામાં ન આવે તો દાનહ કૉંગ્રેસ ખાડાઓમાં વૃક્ષો રોપીને વિરોધ કરશે.તથા નગર પાલિકા અને જીલ્લા પંચાયતના અધ્યક્ષનો ઘેરાવો કરવા માટેની ચીમકી પણ આપી હતી. આમ છતાં પ્રશાસન દ્વારા ખરાબ રોડને રીપેર ન કરવામાં આવતા આજે દાનહ કોંગ્રેસ દ્વારા સેલવાસ આમલી ખાતે રસ્તાના ખાડામાં વૃક્ષો રોપીને તથા ભાજપના ઝંડા ખાડામાં લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.

હવે જોવું એ રહ્યું કે કોંગ્રસ દ્વારા રસ્તા પર રોપવામાં આવેલા વૃક્ષો મોટા થાય કે પછી રોડ પરના ખાડાઓ મોટા થાય કે પછી પ્રશાસન ઘોર નિંદ્રામાંથી જાગીને રસ્તા પરના ખાડા પુરે જેથી કરી ને જનતા ને ખરાબ રસ્તાના ત્રાસમાંથી મુક્તિ મળી શકે.