દાનહ: સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી 3 ઇંચથી વધુ ખાબકેલાં વરસાદના લીધે દાનહમાં પાણી પાણી થઇ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને સ્થાનિક લોકોના ભારે વરસાદના લીધે જનજીવન ખોરવાયું હતું અને સાંજે પાંચ વાગ્યાની સ્થિતિએ મધુબન ડેમના દસ દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા હતા જેમાંથી 85 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ દાનહમાં ચાર ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ હજી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.સમગ્ર દાનહમાં ભારે વરસાદ પડવાથી જનજીવનને અસર પહોંચી હતી.ભારે વરસાદના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મધુબન ડેમના ઉપરવાસમા ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના દસ દરવાજા 2 મીટર ખોલવામા આવ્યા છે. સવારે આઠ વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 3 ઇંચ વરસાદ પડ્યો હતો.

હાલ મધુબન ડેમનુ લેવલ 73.95 મીટર છે.ડેમમાં પાણીની આવક 65203 ક્યુસેક છે,પાણીની જાવક 85353 ક્યુસેક છે.મધુબન ડેમમાંથી પાણી છોડવાને કારણે દમણગંગા નદી કિનારેના ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના કિનારે ના જવા માટે પ્રશાસન દ્વારા તાકીદ કરવામા આવી છે.