ધરમપુર: બે દિવસ સતત વરસી રહેલા વરસાદના પગલે ધરમપુરના સિંદૂમ્બર ખોરી ફળિયામાંથી જતાં રસ્તા પર આવતા પુલિયા પર પાણીનો ધસમસ્તો પ્રવાહ અવિરાત રીતે ચાલુ થઈ જતાં કામ અર્થે જતાં ખેડૂતો, અભ્યાસ માટે જતાં બાળકો, અને ડેરીમાં દૂધ ભરવા જતાં પશુપાલકો માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ધરમપુરના સિંદૂમ્બર ખોરી ફળિયામાંથી રાજપુરી – લુહેરી-ખાંડા- સાવરમાળ જેવા ગામડાઓને જોડતું પુલિયા પરથી ધસમસતું પાણી સતત બે દિવસથી ચાલુ જ છે જેના કારણે પ્રાથમિક શાળામાં જતાં ભૂલકાઓ, ઉત્તર બુનિયાદી સ્કૂલના બાળકો અને વનરાજ કોલેજ જતાં યુવાનો અને ખેડૂતોને ખેતરે અને પશુપાલકોને ડેરીઓ સુધી જવામાં તકલીફ પડી રહી છે જેના કારણે માનવજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. લોકો ઘરમાં કેદ થઈને રહી ગયા છે.