ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને સહયોગી સંસ્થા ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત સંચાલિત, ધરમપુર તાલુકાના અંતરિયાળ ધરમપુરથી 55 કિમી દૂર છેવાડે મહારાષ્ટ્રની સીમાને અડીને ખોબા ગામમાં લોકમંગલમ્ આશ્રમ, છેલ્લા 16 વર્ષથી થી અવિરત કાર્યશીલ છે.
DECISION NEWS ને મળેલ નહીતી મુજબ આ આશ્રમમાં રહીને બાળકો શિક્ષણ સાથે જીવન શિક્ષણ મેળવી રહ્યા છે. બાળકો શિક્ષણ ઘડતરની સાથે જીવન ઘડતરના પાઠો શીખી રહ્યા છે. આજના આધુનિક યુગ સાથે કદમ મિલાવવા નવીન શીખી પગરણ ભરી રહ્યા છે. ત્યારે લોકમંગલમ આશ્રમ પરિવાર હંમેશા બાળકને નવી દિશા,નવી ઊંચાઈ પર લઈ જવા તત્પર હોય છે.
ખોબા આશ્રમમાં દરેક બાળક આગળ આવે તેવું લક્ષ્યાંક સાથે પ્રવૃતિઓ સાથે વિદ્યાર્થી ઘડતર થઈ રહ્યું છે. બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ સંસ્થા તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી બાળકોનું શિક્ષણ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે.