વાંસદા: છેલ્લાં થોડા મહિનાઓ દરમિયાન ગુજરાતમાં યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CERT પદ્ધતિ નાબૂદ કરવા ફોરેસ્ટ ભરતીમાં ઉમેદવારના માર્કસ પ્રસિદ્ધ કરવાને લઈને વાંસદામાં મામલતદારને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ ગૌણસેવા દ્વારા ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર,  પ્લાનિંગ assistant, Work assistant, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર એમ અલગ અલગ અભંગ અલગ સવર્ગની અને કેડરની ભરતીઓ CBIT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CIRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય પારદશી, પેપર રહિત, ભૂલ રહિત છે. પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસુ એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે. TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટાકટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો. તેમ જ ગૌણસેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે, જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી. અને અર્થનો અનર્થ થઈ જાય છે.

બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમા પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નેમલાઇટોશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમ ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોર્મલાઈઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કરતા છે. તે પણ આ CERT પદ્ધતિ ને કારણે દૂર થવી જોઈએ.