ગુજરાતમાં એક માત્ર કોંગ્રેસના સાંસદ એવા ગેનીબેનને ભાજપને પૂરી બહુમતી સાથે જીત મેળવવાના રથ પર બ્રેક લગાવવાનું કામ બનાસ કાઠાના ગેનીબેને કર્યું હતું. જોકે આજે ગેનીબેને નવી દિલ્હીમાં સાંસદ ભવન ખાતે અમિત શાહ સાથે રૂબરૂ મુલાકાત કરતાં અનેક અટકળો શરૂ થઇ ગઈ છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ગુજરાત કોંગ્રેસના એક માત્ર સાંસદ ગેનીબેન ઠોકોર “સાંસદ ભવન”માં દેશના ગૃહમંત્રી માનનીય અમિત શાહ સાહેબને મળ્યા હતા. ગેનીબેને ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા “બનાસકાંઠા, કચ્છ અને પાટણ’ આ ત્રણ જિલ્લાની સમસ્યાને લઈને તેમની સાથે વાતચીત કરી હતી.
આ સાથે ગેનીબેને બોર્ડરના ગામોમાં ભારત સરકારના ગૃહ વિભાગ મારફત બી.એ.ડી.પી. ની “બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ હેઠળ ગ્રાન્ટ આપવામાં આવતી, જે 2020 થી બંધ કરવામાં આવેલ છે, તો ગ્રાન્ટ આ ત્રણ જિલ્લાઓ માટે ફરી આપવા માટે અને નવા ગામને “બોર્ડર એરિયામાં” સમાવેશ કરવા માટે રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી.