સુરતમાં વિધાર્થીઓ ભરેલી બસનો અકસ્માત થયાના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તા પર દોડતી સ્કૂલ બસ રસ્તાની નજીક પાણી ભરેલા ખાડામાં ખાબકીને ઝાડ સાથે અથડાઈ હતી. 40 જેટલા વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા. વાહનચાલકો મદદ માટે ભેગા થઇ ગયા હતા.
Decision News ને મળેલી જાણકારી મુજબ બસમાંથી વિદ્યાર્થીઓને બારીના કાચ તોડીને વાહનચાલકોએ બહાર કાઢયા હતા. આ અકસ્માતની ઘટના દાંડી રોડ પર સાકેત ચોકડી નજીક બસ પાણી ભરેલા ખાડામાં બની હતી. મોટી કોઈ જાનહાની થઇ ન હતી
મહારાજા અગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલ ઓલપાડની આ બસ હતી જેમાં કતારગામ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભરીને સ્કૂલમાં લઇ જવાઈ રહ્યા હતા. જેની સાથે આ અકસ્માતની ઘટના બની જેને લઈને સ્થાનિકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણાં લોકો ડ્રાઈવરને માર મારવા સુધીની વાત કરતાં જોવા માલ્યાનું કહેવાય રહ્યું છે.