પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

ધરમપુર: ધરમપુરના છેવાડાના આદિવાસી વિસ્તારોમાં વીજ કંપનીઓના અધિકારીઓ એટલાં કામચોર અને બહેરા બની ગયા છે કે ખડકી, મધુરી, ચૌવરા, તુતરખેડ, સાત વાંકલ જેવા ગામોમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજળી ન હોવાની બુમો તેમને સંભળાતી નથી. બોલો..

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના છેવાડે આવેલાં ખડકી મધુરી ચાવરા, સાત વાકલ, તુતરખેડ, સાદડવેરા, પૈખેડ, અવલ ખડી, શિંગાર માળ, મોટી કોરવડ, ખપાટીયા નામક ગામમાં ચોમાસુ શરૂ થયાના સમયથી વીજળીની સમસ્યા ઉભી થઇ છે ગ્રામજનોએ વારંવાર રજુવાતો પણ કરી છે.. પણ પથ્થર પર પાણી.. કહેવતની જેમ વીજ કર્મીઓ પર કોઈ અસર પડતી નથી.

ડીઝીટલ ગુજરાતની બુમો પાડતાં નેતાઓ પણ આવા સમયે ક્યાં ગાયબ થઇ જાય છે તે સમજાતું નથી. લોકો કહે છે કે રાત્રે નાના બાળકો અને  મહિલાઓ તેમજ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકો વીજળી જરૂરી હોય છે પણ મળતી નથી મહિલાઓને રાત્રે રસોઈ બનાવવામાં મુશ્કેલી વેઠવી પડે છે. વીજ કંપનીને રજુવાત કરતાં જવાબ મળે છે.. માણસો મોકલ્યા છે કામ કરવા.. આવી જશે આવા ઉડાવ જવાબ મળતા હોવાનું લોકોનું કહેવું છે.