ઉધના: આજરોજ ઉધના પોલીસે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાંથી યુવતીઓને ઉ વેશ્યાવૃત્તિ માટે બોલાવીને દેહવ્યાપારનો ધંધો ચલાવતા દલાલ સહિત ક્લાયન્ટ અને મૅનેજરની ધરપકડ કરી છે. પોલીસે 5 લોકોની ધરપકડ કરી 62 હજારની માલમત્તા કબજે કરી બંને યુવતીઓને મુક્ત કરાવી છે. આરોપી વોટ્સએપ પર યુવતીઓના ફોટા મોકલતો હતો. ગ્રાહકો પસંદ કરેલા ફોટા મુજબ છોકરીઓને મોકલતા હતા.
DECISION NEWS ને મળેલ માહિતી મુબજ સુરતની ઉધના પોલીસની ટીમને બાતમી મળી હતી કે જીજ્ઞેશ અને જમાલ શેખ નામના બે શખ્સો ઉધના પ્રભુ નગર પાસેના એક રૂમમાં બહારથી યુવતીઓને બોલાવીને અને એજન્ટો મારફત ગ્રાહકોને બોલાવીને તેમની પાસેથી પૈસા પડાવીને દેહવ્યાપારનો ધંધો કરે છે. બાતમી આધારે કાર્યવાહી કરતાં પોલીસે દરોડો પાડી દેહવ્યાપારના ધંધાના સંચાલક જીજ્ઞેશ અરવિંદભાઈ તખ્તી, નુરજમલ શેખ અને દલાલ સાકોર અનામુલ્હાર, આપ્તરુદ્દીન અબ્બાસુદ્દીન મોલ્લા અને ગ્રાહક આરીફ આલમખાનને ઝડપી લીધા હતા.
પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી હતી, જેમાંથી એક બાંગ્લાદેશી મહિલા હતી જે પાસપોર્ટ વિઝા પર ભારત આવી હતી. તેને પકડવામાં આવ્યો અને તેને વેશ્યાવૃત્તિમાં ન જોડાવા માટે સલાહ આપવામાં આવી અને તેને છોડી દેવામાં આવ્યો. તેમજ પકડાયેલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે 5 મોબાઈલ ફોન, રૂ. 13,500 રોકડા વગેરે મળી કુલ રૂ. 62,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને આ મામલે માહિતી મળી હતી. એક જગ્યાએ દેહ વેપારનો ગેરકાયદે ધંધો ચાલે છે. માહિતીના આધારે પોલીસે ત્યાં જઈને દરોડો પાડયો હતો. ત્યાંથી કેટલીક વસ્તુઓ મળી આવી છે અને પીડિત બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે