ચીખલી: વર્તમાન સમયમાં ગુજરાત ભરમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસની સંખ્યા 130 પર પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં 52 માસૂમોના મોત પણ થઇ ચૂકયા છે ત્યારે ચીખલીના માંડવખડક PHC દ્વારા ગામમાં ચાંદીપુરા વાયરસ પ્રવશે તે પહેલાં પછડાટ આપવાની તૈયારી કરાઈ રહ્યાના દ્રશ્યો સામે આવ્યા છે.
Decision News દ્વારા માંડવખડક ગામની મુલાકાત દરમિયાન જોવા મળ્યું છે કે નવસારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેન્દ્ર રંગૂન વાલા સાહેબ અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ભાવેશ સાહેબના માર્ગદર્શન હેઠળ અને માંડવખડક PHCના ચંદ્રકાંત પટેલના નજર હેઠળ આ SANDFLY થી ફેલાતા ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે સંભવિત ચાંદીપુરા વાયરસ સ્પોટ, આંગણવાડી, કાચા ઘરોની ભીત પર દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
ચાંદીપુરા વાયરસને માત આપવા માટે માંડવખડક PHCના વોરીયર્સ તરીકે યોગેશભાઈ, રાગીના, આરતી, નરેશ, મનહરભાઈ, દમુબેન મુકેશભાઈ, કનૈયાભાઈ, શ્રીદેવીબેન, જયમતીબેન, ડિમ્પલબેન, વિલાસબેન, જ્યોતિકાબેન અને મીયાઝંરી, ઢોંલુબર, અગાસી, ઘોડવણી અને માંડવખડકની તમામ આશાઓ દ્વારા કામ કરી રહ્યા છે.
હાલમાં ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 130 કેસો છે. જેમાં સાબરકાંઠા 12, અરવલ્લી 07, મહીસાગર 02, ખેડા 07, મહેસાણા 07, રાજકોટ 06, સુરેન્દ્રનગર 05, અમદાવાદ કોર્પોરેશન 12, ગાંધીનગર 06, પંચમહાલ 15, જામનગર 06, મોરબી 05, ગાંધીનગર કોપેરેશન 07, છોટાઉદેપુર 02, દાહોદ 03, વડોદરા 06, નર્મદા 02, બનાસકાંઠા 05, વડોદરા કોર્પોરેશન 02, ભાવનગર 01 દેવભૂમિ દ્વારકા 09, રાજકોટ કોર્પોરેશન 04, કચ્છ 03, સુરત કોર્પોરેશન 02, ભરૂચ 03, અમદાવાદ 09, જામનગર કોર્પોરેશન 01 તેમજ પોરબંદર 01 શંકાસ્પદ કેસો મળેલ છે.