ડેડીયાપાડા: સરકાર મોટી મોટી વાતો કરી રહી છે બેટી બચાવો બેટી પઢાવો ની તો આ શાળામાં વિદ્યાર્થીઓને વિતરણ કરવાના હેતુથી આપવામાં આવેલી સાઇકલો આ કેવી રીતે પહોંચી ગઈ ભંગારીઓને ત્યાં આજે સરકાર લાખો કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર ખૂલે આમ કરી રહી છે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે એક ભંગારીને ત્યાં છોટા હાથી ભરેલ નવી સાયકલો કબાડી ખાનામાં પડેલી છે હોવાના દ્રશ્યો સામે આવ્યા છે..

જુઓ વિડીયો..

DECISION NEWS ને મળેલ માહિતી મુબજ જો ખરેખર આ સાયકલો સરકારે જે સ્કૂલમાં ભણતા બાળકોને આપી હોત તો એ લોકો ચાર પાંચ કિલોમીટર થી ચાલતા અપડાઉન કરે છે તો એવા બાળકોને આપી હોત તો એનો સદુપયોગ થતો આજે એક અઠવાડિયા પહેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ પણ હજારોની સંખ્યામાં છોટાઉદેપુર ખાતે નવી સાયકલો વરસાદમાં કાટ ખાઈ રહી હતી એનો પડદા પાસ કર્યો છે.

એવી જ રીતે આજે નર્મદા જિલ્લામાં રાજપીપળાઓમાં પણ તેમજ અન્ય વિસ્તારોમાં આવી કેટલી સાયકલો બિસમાર હાલતમાં પડી હશે અને કેટલીક કબાડી ખાનામાં આજે શિક્ષણ મંત્રીને પ્રજા પૂછી રહી છે કે શું તમે બેટી બચાવો બેટી પઢાવો અને પઢેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયા ની મોટી મોટી વાતો કરો છો અને ખૂલે આમ શિક્ષણના ધજાગરા ઉડી રહ્યા છે અને સાથે સાથે આ લાખો કરોડો રૂપિયા જે પ્રજાના ટેક્સ ના હોય છે એનો આ સાયકલો મારફતે ખુલે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એનો જવાબદાર કોણ શું ખરેખર આ છે વિકાસ કે પછી પ્રજાના ટેક્સ નો વિનાશ ?