સાપુતારા: ગતરોજ વડોદરાથી પોતાના પરિવાર પરેશભાઈ પ્રવીણભાઈ પ્રજાપતિ ગિરિમથક સાપુતારાના પ્રવાસ પર આવ્યા હતા ત્યારે તેમની અર્ટિગા ગાડીની ઘાટમાં બ્રેક ફેઈલ થઇ જતા સાઇડની સુરક્ષા દિવાલના નીચે તેનો અકસ્માત સર્જાયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ વડોદરાના પરેશભાઈ પ્રવીણભાઈ પ્રજાપતિના કુટુંબના 6 સભ્યો અને બે બાળકોના સાથે GJ-06-PB-1820 નંબરની અર્ટિગા ગાડી લઇ ડાંગ જિલ્લાના સાપુતારામાં કુદરતી સોંદર્યને માણવા માટે આવ્યા હતા ત્યારે અચાનક ઘાટમાં ગાડીની બ્રેક ફેઈલ થઇ જતાં તેમાની સાથે અકસ્માતની ઘટના બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

અર્ટિગા ગાડી ટેબલ પોઇન્ટનો ઘાટ ચડતા અચાનક બ્રેક ફેઇલ થતા ગાડી રિવર્સ થઈ અને ટેબલ પોઇન્ટના સાઇડની સુરક્ષા દિવાલના નીચે ઉતરી જતા આ અકસ્માતની ઘટના સર્જાય હતી. નસીબ જોગે ગાડીમાં સવાર તમામ પ્રવાસીઓનો બચાવ થઇ ગયો હતો.