આહવા: વરસાદી મોસમમાં ગામડાઓમાં સમસ્યાનો વધારો થઇ જતો હોય છે ત્યારે તેના નિરાકરણ માટે આજે આહવા ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ આ ગ્રામસભામાં સરપંચ કે મામલતદાર હાજર ન રહેતા ગ્રામજનોએ કહ્યું અમારા પ્રશ્નો કોને પૂછવા કે સમસ્યા કોને જણાવવી.. લોકોએ હોબાળો કર્યો અને ગ્રામસભા રદ કરવાની માંગ કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આહવા ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેકવિધ પ્રશ્નો લઈને લોકો ભેગા થયા હતા જેમ કે આહવા ગ્રામ પંચાયતના વિસ્તારમાં વરસાદી સિઝનમાં વધેલી ગંદકીના કારણે રોગચાળો ફાટવાનો ભય, અનેક રજુવાતો છતાં સરખા પ્રમાણમાં તળાવની સફાઈ ન કરાવી, પાણીનો ભરાવો વગેરે, પણ નવાઈની વાત તો એ બની કે આ ગ્રામસભામાં ન સરપંચ આવ્યા ન મામલતદાર કે જેને લોકો પોતાની રજુવાત કરી શકે.. આ કારણે ગ્રામસભામાં લોકોએ હોબાળો કર્યો અને ગ્રામસભા રદ કરવાની નોબત આવી હતી.
ગ્રામજનો દ્વારા હોબાળો થતાં આહવાની ગ્રામ પંચાયતની ગ્રામ સભા રદ થઇ અને આગામી 6 ઓગસ્ટના રોજ બીજી યોજવામાં આવશેની જાહેરાત કરવામાં આવી હતી. હવે આવનારી ગ્રામસભામાં શું દ્રશ્યો ઉભા થાય છે એ જોવું રસપ્રદ બનશે.