નર્મદા: વહીવટીતંત્ર પર ભ્રષ્ટાચારના અજગરે ભરડો લીધો છે. આ કારણોસર આમ જનતામાં સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી છે. કારણે સરકાર રોડ, કોઝવે (નાળા), કે બ્રીજની કામગીરી કરવા માટે જે એજન્સી કે કોન્ટ્રાકટરને કામગીરી આપે છે. તેઓ હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરી કામગીરી કરતા હોઈએ છે, જેથી નક્કી થયેલ બજેટ માંથી કટકી ખાઈ શકાય.

જુઓ વિડીઓ…

આવું જ કઈક થયું છે નર્મદા જિલ્લના તિલકવાડા તાલુકાના સુરજીપૂરા ગામમાં જ્યાં ગામના લોકોને સ્મશાન ભૂમિ તરફ જવાના રસ્તામાં કોઝવે (નાળું) બનાવવામાં આવ્યું છે, આ નાળામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના કારણે આ નાળુ કેટલા સમય ટકશે એ સવાલ ઊભો કરી ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી તિલકવાડાને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે, આ સાથે એક આ ગામના ફળિયામાં પાણીની સમસ્યાને લઇને પણ આ આવેદન પત્રમાં ઉલ્લખે કરવામાં આવ્યો છે. સુરજીપૂરા ગામના લોકોનો આક્ષેપ છે કે, નાળુ બનાવવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. હલકી ગુણવત્તાનો માલ-સામાન વાપરવાના કારણે નાળુ વધુ સમય ટકી શકે એવું નથી લાગતું

વધુમાં જણાવ્યું કે, કોઝવે (નાળુ) બનાવવા માટે એજન્સીઓ સરકારી કચેરી દ્વારા જે મુજબ એસ્ટીમેન્ટ આપેલ હતું અને જે પ્રકારના મટીરીયલનો ઉપયોગ કોઝવે (નાળુ) બનાવવા માટે કરવાનો હતો. એનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, એની જગ્યા પર નદી કિનારેથી મળી આવેલ ગ્રેવલનો ઉપયોગ કરીને બનાવેલ છે, વહીવટી તંત્ર તપાસ કરી હલકી કક્ષાનો સિમેન્ટ, માલ સામાન વાપરવામાં આવેલ છે, જે નાળાને તોડીને સરકારની ગાઇડલાઇન પ્રમાણે નાળુ બનાવવા માટે એસ્ટીમેન્ટમાં સામગ્રી લખેલી છે, એ પ્રમાણે બનાવવામાં નહી આવે તો અમે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.